14th Aug Gujarati News – Chitrangada Singh કહ્યું કે મારે ‘Superwomen’ અને ‘ઢીંગલી’ જેવા પાત્રો મારે ભજવવા નથી

1851
Today Live Bollywood Entertainment Gujarati Samachar August 2020 - Beautiful Actress Chitrangada Singh News
Today Live Bollywood Entertainment Gujarati Samachar August 2020 - Beautiful Actress Chitrangada Singh News

Today Live Bollywood Entertainment Gujarati Samachar August 2020 – Beautiful Actress Chitrangada Singh News

Gujarati News – Chitrangada Singh Samachar– ભૂતકાળમાં મેં દિગ્દર્શક તરીકેનો અનુભવ લીધો હતો, પરંતુ તે સુખદ રહ્યો નહીં. જોકે મારા ઘણા મિત્રો મને ફરી દિગ્દર્શન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેઓ પણ દિગ્દર્શન કરે છે અને તેમને ફાવી ગયું છે.

Today Live Bollywood Entertainment Gujarati Samachar August 2020 - Beautiful Actress Chitrangada Singh News
Today Live Bollywood Entertainment Gujarati Samachar August 2020 – Gujarati News – Chitrangada Singh

કોરોના વાયરસના પ્રકોપને કારણે થયેલા લોકડાઉનમાં ચિત્રાંગદાએ પોતાના પુત્ર સાથે રહેવાનો ભરપુર ફાયદો લીધો. તેણે જણાવ્યું હતું કે, મારો પુત્ર ઝોરાવરની સુરક્ષા મારા માટે પ્રાથમિકતા છે હું આખો દિવસ તેની આસપાસ હોવાથી તે આનંદમાં હોય છે. 

Bollywood Beautiful and Glamours Actress Chitrangada Singh News 2020

તેણે પોતાનું બાળપણ યાદ કરતાં જણાવ્યું હતું કે, મારા પિતાના એક મિત્રે મને કહ્યું હતું કે, ઘણી વખત નવરાશની પળો પણ સર્જકતા વિકસાવતી હોય છે. આ દરમિયાન તમને નવીનતા કરવાના વિચારો આવતા હોય છે. તેણે વધુમાં કહ્યું હતું કે,  હું મડ બ્રાઉની કેક સ્વાદિષ્ટ બનાવી શકું છું તેવો આત્મવિશ્વાસ મને આવી ગયો છે. તેણે કબૂલાત કરતાં કહ્યું હતું કે, તેણે લાંબા સમય બાદ બેકિંગ પર ફરી હાથ અજમાવ્યો છે. એટલું જ નહીં તેણે ચારકોલ સ્કેચિસનું ચિત્રકામ પણ કર્યું છે. આ તેનો જૂનો શોખ છે જેને લોકડાઉન સમયમાં ફરી તાજો થયો. 

ચિત્રાંગદાના કામની વાત કરીએ તો, અભિનેત્રી સુજોય ઘોષની બોબ બિશ્વાસમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે તે જોડી જમાવી રહી છે. છેલ્લે તે બે વરસ પહેલાસાફ અલી ખાન સાથે  બાઝાર ફિલ્મમાં જોવા મળી હતી. આગામી ફિલ્મ લેતા બે વરસ કાઢી નાખવાનું કારણ સમજાવતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હું મારા મનગમતા સારા પ્રોજેક્ટની રાહ જોઇ રહી હતી. મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સારા અને ટોચના દિગ્દર્શક સાથે કામ કરવાની ઇચ્છા હતી. મને રૂપેરી પડદે ફક્ત આકર્ષક પાત્રો ભજવવામાં રસ નથી. મને સુપરવુમેન અને રૂપાળી ઢીંગલી બનીને જ ફક્ત રૂપેરી પડદે દેખાવું નથી. કોઇ પણ ન ગમતું કામ લઇને વ્યસ્ત રહેવામાં હું માનતી નથી. 

Today Bollywood News in Gujarati August 2020 – Indian Film Industries News – Gujarati News – Chitrangada Singh

સુજોય વિશે વાત કરતાં ચિત્રાંગદાએ જણાવ્યું હતું કે, સુજોય સાથે કામકરવા માટે હું લાંબા સમયથી રાહ જોઇ રહી હતી. તે પોતાની ફિલ્મમાં સ્ત્રીના પાત્રને જે રીતે ચિતરે તે મને બહુ પસંદ છે. આ પહેલા પણ તેણે મને ફિલ્મ ઓફર કરી હતી પરંતુ સમૂસૂથરું પાર પડયું નહોતું. 

લોકડાઉનની ઘોષણા પહેલા તે સુજોયની ફિલ્મ માટે કોલકાતામાં શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થયા બાદ તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં જોડાવાની હતી. 

૨૦૧૮થી ચિત્રાંગદાએ નિર્માણક્ષેત્રમાં ઝંપલાવ્યું છે.તેણે ૨૦૧૮માં દિલજીત દોસાંઝ સાથે સુરમા નામની ફિલ્મ બનાવી હતી. આ હોકી કેપ્ટન સંદીપ સિંહની બાયોપિક હતી. મારી પાસે એક રિયલ-લાઇફ હીરોના અંગત જીવન પરની કથનીના પણ હક્ક છે. આ સ્ક્રિપ્ટ પર હાલ દિગ્દર્શક અને લેખક કામ કરી રહ્યા છે. મારી આ ફિલ્મ સ્પોર્ટ પર્સન પર આધારિત નહીં હોય, પરંતુ પ્રેરણાદાયક ચોક્કસ હશે. 

Live Bollywood Gujarati Samachar Aug 2020 Famous Bollywood Actress News – Bollywood item Song Actress Latest Photos

પાંચ વરસ પહેલા ચિત્રાંગદાએ અક્ષય કુમારની ગબર ઇઝ બેક ફિલ્મમાં એક આઇટમ સોન્ગ આઓ રાજા કર્યું હતું. હવે ફરી તેને આવા આઇટમ ડાન્સ કરવાનો મૂડ નથી. આ ગીત તેણે અક્ષય કુમાર અને સંજય લીલા ભણશાલી માટે જ કર્યું હતું. તેને હંમેશા નવા નવા અનુભવો લેવા પસંદ ે. તેથી જ તેણે લેખન અને નિર્માણ સાથે જોડાવાનું પસંદ કર્યું. જોકે તેને હાલ દિગ્દર્શનમાં રસ નથી. 

તેણે કહ્યું હતું કે, કે ભૂતકાળમાં મેં દિગ્દર્શક તરીકેનો અનુભવ લીધો હતો, પરંતુ તે સુખદ રહ્યો નહીં. જોકે મારા ઘણા મિત્રો મને ફરી દિગ્દર્શન કરવા  પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેઓ પણ દિગ્દર્શન કરે છે અને તેમને ફાવી ગયું છે. તેથી હું પણ ફરી દિગ્દર્શન કરવાનો પ્રયાસ કરીશ. પરંતુ આ પહેલા હું આમાં નિપુણ બનવાના પ્રયાસ કરીશ.

Conclusion of World Girls Portal – Celebrity – Women – Actress – Fashion – Life Style | HD Wallpaper – Photo Gallery Latest News & Updates

if you need anything else, or have inquiries, questions you would love us to answer, kindly use the comment box below to reach us. We’ll be updating this page with more updated World Girls Portal Latest News & Update.

Join World Girls Portal by clicking on the link provided FacebookTwitter, and Pinterest using the share buttons below.

You are reading this article via “World Girls Portal“, thank you very much for reading our article. Friends If you liked this article, please share it with your friends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here